- શમણાં
મધરાત્રે તો ભાવ્યાં શમણાં
મારા પર એ ફાવ્યાં શમણાં
લોકો બોલે ઘેલો છું હું,
તારી પાસે લાવ્યાં શમણાં.
દોડી દોડી થાક્યો આખર,
મનગમતાં ના આવ્યાં શમણાં.
મીઠી નીંદર માણી જ્યારે,
બાળક પેઠે ધાવ્યાં શમણાં.
વ્હાલો અંતે હાર્યો દિલથી,
ધીમેથી જો ચાવ્યા શમણાં.