સાંજના ટ્યુશન મા નફા નુકસાન વિશે સમજાવી રહ્યો હતો ત્યારે મારી 5 વર્ષ ની દિકરી ત્યાં એના નાના નાના કપ રકાબી થી રમતી હતી
થોડા સમય બાદ મારી પાસે આવી કહેવા લાગી પપ્પા તમે ખોટું બોલ્યાં "નફો થાય ત્યારે ખુશી થાય અને નુકસાન મા દુઃખ, પણ મને તો નફા નુકસાન બંને મા દુઃખ જ થાય છે!! "
હું આશ્ચર્યચકિત થઈ ગયો અને તરત પૂછી લીધું "પણ તને નફો નુકસાન થયા શેના? "
ખૂબ નિર્દોષતા થી એણે કહ્યું "નાનો ભાઈ આવ્યો ને પછી મમ્મી પપ્પા ના વહાલ મા નુકસાન થયું અને ગુસ્સા મા નફો"
એના આ જવાબ થી સ્તબ્ધ હું અમારા સંસારમાં થઇ ચૂકેલ નુકસાન વિશે વિચારી રહ્યો!!!
#નુકસાન