તારાથી થાય અેટલી બાજી રમી લે
અેક દિવસ બંધમાં રમીશ સમજી લે
પોતાને રાણી સમજી થોડું જીતી લે
આજનો ગુલામ ભલે તું સમજી લે
તને સમયે હું સાબિત કરી બતાવીશ
ત્રણ અેક્કાથી જીતીશ તું સમજી લે
હું બધું ય હાર્યો ભલે આંખ મીચીને
અેક ચાલ અેવી રમીશ તું સમજી લે
રાનીઅો લાઇન લગાવશે પસંદગીમાં
અે દિવસે ભાન આવશે તું સમજી લે
જિંદગી અેક પત્તાની રમત છે 'માહિ'
બાજી પલટાઇ છે સમયે તું સમજી લે
પવાર મહેન્દ્ર
૧૨/૦૭/૨૦૨૦