¤ નુકસાન ¤
મોટે ભાગે અતિ ફાયદો મેળવવાની લાલચમાં જ
માણસ નુકસાન વહોરી લેતો હોય છે, પછી એ નુકસાન ચાહે આર્થિક, માનસિક, શારીરિક કે બીજું ગમે તે હોય,, દરેકમાં લાલચ મુખ્ય ભાગ ભજવે છે,
પ્રલોભનના કારણે ભોળો માનવી ઝડપથી છેતરાઈ
જાય છે, અને એ પોતાની પાસે જે હોય છે તે પણ
ખોઈ બેસે છે, અફસોસ એ વાતનો થાય છે કે વારંવાર
ઠગાવા છતાં પણ અંધભક્તિમાં આંખ ઉઘડતી નથી,
અને નુકસાનની ટકાવારી દિન પ્રતિદિન વધતી રહે છે,
¤ જગદીશ ગજ્જર ¤
#નુકસાન