જ્યોતિ પોતાના દીકરા સમાન ટોમીની સાથે કરિયાણાની દુકાન પર ગઈ. દુકાનદારને લિસ્ટ થમાવ્યું. સુશીલાની દીકરી ટોમીને રમાડવા લાગી. ત્યાં જ્યોતિએ પૂછ્યું; કેટલામો મહિનો ચાલે છે? સુશીલાએ જવાબ આપ્યો; લે તને નથી ખબર! પાંચમો... પણ તારે તો ત્રણ દીકરીઓ તો છે, હવે શું? જ્યોતિ બોલી પણ "દીકરો" તો નથી ને..... સુશીલા આટલું બોલી ત્યાં તો નિઃસંતાન જ્યોતિ દુકાનદારને બોલી કે આ સામાન ડિલિવરી કરાવી આપજો, ત્યાં જ પેમેન્ટ કરી આપીશ અને તેણી ટોમીને લઈને નીકળી ગઈ...
Spark
- યશ સોમૈયા
આવાઝ