રમત જાણે છે એટલે તો ભલભલા લોકોને રમાડી જાણે છે
વગાડીને ઢોલ નગારા છેલ્લે પીપોડીથી ફોસલાવી જાણે છે
બતાવી હથેળીમાં ચમકતો ચાંદ, સપના પરોવી જાણે છે
ધોળે દિવસે એક માણસ કરોડો માણસને છેતરી જાણે છે
સફેદ દાઢીમાં બાવા રામ રહીમને પણ અલગ કરી જાણે છે
દોડાવી છે લૂંટ કેરી માલગાડી ભકત સવારી કરી જાણે છે.
મહાભારતને રામાયણની પોરણીક વાતો કરી જાણે છે
પછી લડાવે આપસી નાતો ધર્મની એકતાને ખંડિત કરી જાણે છે
દરબારમાં બેદરકાર બેસી એખલાસના ધતિંગ કરી જાણે છે
વિનાશક આગ આંખોમાં લગાડી લોક લાગણી ચૂંટી જાણે છે
#બેદરકાર