જીતવાની જંખના થી પર થયો છું,
હાર થી હું એટલો સઘ્ધર થયો છું,
હું ક્યાં બેદરકાર થયો છું.
આપ ધક્કો મારવા તૈયાર છો ને?
હું ફરી મેહનત કરી પગ ભર થયો છું
હું ક્યાં બેદરકાર થયો છું.
ચૂપ રહી ને કેટલા વરસો વિતાવું ?
એટલે હું વાગતું ઝાંઝર થયો છું.
હું ક્યાં બેદરકાર થયો છું.
ભૂલ ક્યાં થી નિકળે મારી જરા પણ?
યાદ કરતા વેત હું હાજર થયો છું,
હું ક્યાં બેદરકાર થયો છું.
રક્તપ્યાસી ભીડ નો હિસ્સો ન બનવા,
હિર આશા,માનવી માંથી પરત વાનર થયો છું.
હું ક્યાં બેદરકાર થયો છું.
-HEER
#બેદરકાર