કારણ વગર બહાર જવાની જરૂર શું છે
બેદરકાર બની મોત ને આમંત્રણ આપવા
બહાર ની દુનિયા ની ખૂબ મોજ કરી
ઘર ની દુનિયા માં જરા નજર કરો
ભાગૌતિકતા ના આધીન બનેલા આપણે
હવે સાદાય થી જીવન જીવતા શીખીએ
સમય અને પરિસ્થિતિ ની દરકાર કરીએ
પૂછો એમને જેની પર્ આ કાળે પ્રહાર કર્યો છે
નફા અને ખોટ ની વિચાર ના કરો આ સમયે
બસ જીવંત છો તમે અ જ મોટી વાત છે
બેદરકાર ના બનીશ તું તારા પોતાના માટે
તો સ્વયં ઈશ્વર પણ રક્ષા કરશે.
#બેદરકાર