મધ્યમ વર્ગ
________
હસવું હોય તો પણ કદી હસી શકે નહીં,
રડવું હોય તો આંસુ નીચે પડે નહી,
આ મધ્યમ વર્ગ છે,મનની વાત કદી બોલી શકે નહીં,
એના મત ની કોઈ કિંમત નથી,એટલે સરકાર મદદ કરે નહી,
સત્તા ને શક્તિ એના માં નથી એટલે એના થી સરકાર ડરે નહીં,
ચીસો તો પાડે ઘણી પણ સાંભરવા ની કોઈ ને ફુરસદ નહી.
જરૂરીયાત જીવન ની પૂરી કરવા એ લાંબો હાથ કરી શકે નહી.
દુઃખીયા ને જોઈ આંસુ પડે પણ એને એ મદદ કરી શકે નહી,
નાખે કુતરા ને રોટલી,ચકલા ને ચણ ,પણ પ્રભુ ને એ રીઝવી શકે નહીં.
બીજા નાં પ્રસંગ માં નાચી શકે પણ પોતાનો અવસર માણી શકે નહીં,
બોજો લઈ ને એ તો એવો ફરે કે મીઠાશ અવસર નો સ્પર્શી શકે નહી,
કુદરત નાં કોયડા માં એવો ફસાયો કે એને કોઈ સમજી શકે નહીં.,
સવાર થી રાત એ દોડ્યા કરે પણ બે છેડા જીવન નાં મળે નહીં,
આવતી કાલ ની આશ માં જીવ્યા કરે,પણ એની કાલ કદી પડે નહી,
મૃત્યુ ની શૈયા માં ભલે શાંતિ મળે,પણ એની પીડા કદી શમે નહીં.