(120)
09/07/2020
ઘણા રહ્યા શાંત
ચાલ હવે કંઇક વાતો કરીએ.
દિલ ઘણું દુ:ખે છે
હવે એકાંત માં રડી ને
ચાલ હવે કંઇક વાતો કરીએ.
તું દૂર છે તે વિચારી ને
કંઇક કેટલીક વખત ઉદાસ થઈ છું
પરંતુ તુ ખુશ છે તેની સાથે તે વિચારી ને
તારી ચિંતા થી પણ મુક્ત થઇ છું તો,
ચાલ હવે કંઇક વાતો કરીએ.
તું મળશે નહી હવે મને
મારા આવનારા જીવનના માર્ગ માં
તે જાણી ગઈ છું હું,
તેથી જ મારી નાની નાની ભૂલો ને માફ કર
અને......
ચાલ હવે કંઇક વાતો કરીએ.
Alfaz-E-Suhana ✍️✍️