હ્રુદય વગર નો માનવી હજી જીવે છે કેમ?
______________________________
ધબકતા ધબકાર છતાં, હ્રુદય વગર નો માનવી હજી જીવે છે કેમ ?
જીવતર વગર નો માનવી મૌત ની મંજીલ સુધી એ ચાલે છે કેમ?,
કરોડપતિ- ધનપતિ - અમીરો, રમત જીંદગીની ગંદગી માં રમે છે કેમ?,
એ સદા ધન નાં ભિખારી છે કેમ ?,
સફળતા ની ધજા લઈ ને ફરતાં એ હજી આટલા પછાટ છે કેમ?,
કમળ નું ફૂલ સદા તળાવ માં ઊગે,મૂળિયા એના સદા કાદવ માં છે કેમ ?,
આજ નાં ભણેલા ડિગ્રી ધારીઓ , આટલા બધા અભણ છે કેમ?,
દંભની ચાર દીવાલો વચ્ચે ખુદને કર્યા છે ઘમંદ નાં દ્વાર થી બંધ,
આસમાન માં ઉડવા પાંખો ફેલાવી છતાં એમના પગ જમીન થી દૂર છે કેમ?,
ભણેલા ઑ આટલા અભણ છે કેમ ?
સ્વચ્છ કપડાં પહેરી પૂજા નાં થાળ સાથે સદા સેવા કરતા પ્રભુ ની,એવા એ માનવી,
હૈયા માં છળ કપટ અને હ્રુદય આપના રહ્યા મેલા છે કેમ ? ,
માનવી મન નાં મેલા છે કેમ ? ,
પોતાની જીંદગી વેચી ને તમારી જીંદગી સુંદર બનાવી છે , એ માં બાપ ની આંખો માં આંસુ હજી વહે છે કેમ ?,
હે, દીકરા તું છે આટલો લાચાર છે કેમ ? ,