#દરિયો
"દરિયો જોઇ લે, પીવી નદી જ
સતત વિરૂદ્ધ, જીવવી નહીં જ...."
~~~~~~~~~~
એક આખો દરિયો છું
ભરપૂર ખારાશ અને અપાર વિશાળતા
ઉપરથી ઘૂઘવાટ અને અંદરથી ધીર ગંભીર
કે પછી સાવ વિરૂદ્ધ જ
ભીતરમાં મોતી મળે અને મળે કોઈની આપેલી મલિનતા પણ
મંથન નિરંતર અને વિષ પણ પુષ્કળ
તો પણ મર્યાદિત અમૃત સાચવી અને પચાવી જાણું છું
ભરતી અને ઓટ ક્યાં નથી
અહિં તો એ પણ જાજરમાન
અદ્દલ મારી જેમ જ
હું
એક આખો દરિયો છું
©લીના પ્રતીશ