શું આપણે દેશ ને 100% વ્યસનમુક્ત બનાવવા માટે સક્ષમ છીએ??
શું આપણે દેશ ને 100%ભ્રષ્ટાચારમુક્ત કરવા માટે સક્ષમ છીએ??
શું આપણે જાત સાથે 100% પ્રામાણિકતા રાખવા માટે સક્ષમ છીએ??
શું આપણે ગરીબ, અસહાય, વૃદ્ધ, વડીલો ની મદદ કરવા સક્ષમ છીએ??
શું આપણે ખુદ ની ભૂલો કબૂલ કરવા સક્ષમ છીએ??
શું આપણે પ્રકૃતિ નું જતન કરવા સક્ષમ છીએ??
શું આપણે સ્ત્રીઓ, પત્ની, માતા કે બહેન ને સન્માન આપવા માટે સક્ષમ છીએ?
શું આપણે આપણું બાળક, પતિ કે પત્નિ, માતા-પિતા કે ભાઈ- બહેન ને 100%વફાદાર રહેવા માટે સક્ષમ છીએ??
પૈસા અને પ્રામાણિકતા માં શું આપણે પ્રામાણિકતા ના પલ્લાં માં બેસવા માટે સક્ષમ છીએ??
ખુદ ની ભૂલો સમજવામાં અને બીજાની ભૂલો માફ કરવા માટે સક્ષમ છીએ??
ઉપરોક્ત સવાલો ખુદ ની જાત ને પૂછીને, જાત સાથે મિત્રતા કરવા સક્ષમ છીએ??
--dr.priyavijay gorasiya
#સક્ષમ