Gujarati Quote in Poem by Leena Pratish

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અગ્નિ

"ભડકો નથી અંદર મારી આગ છે
મારામાં ગંગા ને મારામાં જ પ્રયાગ છે"

********

ભીતર ભીતર ભડકે છે,
ને ઉપર ઉપર સળગે છે.
થોડું ઠરતું લાગે ત્યાં,
ભૂત ભારાડી વળગે છે?!

લોહી પાણી એક થઈ,
ધીરે ધીરે ટપકે છે.
થીજવા માટે હામ ભરે,
પણ ટીપે ટીપે અટકે છે.

અંદર અંદર ભેગી થઈ,
મનશા કીડી ચટકે છે.
ફાટી પડું કે વટે ચડું?
બેસી રે'વું ખટકે છે.

ડગલું પગલું માંડ્યું છે,
હાથે માથું ટાંગ્યું છે;
અંધારાના સીમાડે:
દીવો ઝીણો ઝળકે છે...

© લીના પ્રતીશ

Gujarati Poem by Leena Pratish : 111502033
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now