પ્રભુ પ્રસાદ આપશે.
પડકારોને પહોંચી વળવા ની શક્તિ હવે દેવ આપશે,
પથ્થરે માથા ફોડીને થાક્યા નક્કી રહેમ નજર આવશે.
ધૂપ અગરબત્તી અને લોબન એથી વધુ કાળજું બાળ્યું,
નક્કી સેવા સમર્પણ મારું જોઈને પ્રભુ પ્રસાદ આપશે.
મોહ માયાથી છકી ગયોને માગૅથી ભટકી ગયો હું ભક્ત,
બેડીઓ થી બંધાયેલો , આવી ને આત્મ જ્ઞાન આપશે.
દુર દુર વિસ્તારયેલ આ રણ માં હૈયું હથેળીમાં લઈ ફરું,
ચારેતરફ ઉકળાટ ભલે માથું છુપાવવા છાયલો આપશે.
પરમાત્મા એ પરિભાષા મંદિર મસ્જીદ એ બદલાણી છે,
નાત જાત ને વાડા તોડી નવી સંસ્કૃતિ નું સરનામું આપશે.
પડકારોને પહોંચી વળવા ની શક્તિ હવે દેવ આપશે,
પથ્થરે માથા ફોડીને થાક્યા નક્કી રહેમ નજર આવશે.
લુહારિયા બળદેવ
૦૭/૦૭/૨૦૨૦