શું કહેવું
આમ તો ખૂબ સુંદર એવા ગુલાબી ગાલનું શું કહેવું
એ મધમીઠી આંખની પાપણમાં અંજણ નું શું કહેવું
નાકે નકશે ગજબની રેખાકૃતી જો હોય તો શું કહેવું
ગોળા ગાલ ઉપર કાળો તીલ જો હોય તો શું કહેવું
એક તરફી ચેહરો ક્યારેક સંતાકૂકડી રમે તો શું કહેવું
ઝુકાવી ગરદન સાથે વાર છુપાવે ચાંદની તો શું કહેવું
આંખો અદાકારીથી નમાવી જ્યારે જુએ તો શું કહેવું
બે ચાર કદમ સામે ચાલી શોધતી આવે તો શું કહેવું
હોઠ પણ આખરી સમયે ગુસ્તાખી કરે તો શું કહેવું
હાથમાં પરોવી હાથ સરમુખત્યારી કરે તો શું કહેવું
એમના શબ્દો ઝરમર ઝરમર આભ વર્ષે તો શું કહેવું
કરામત હૈયાની કરતા ઊંડે ઉતરી જાય તો શું કહેવું
by - Chetan Gohil