દીકરી ; સપના નું વાવેતર
__________________
તું જવાહરલાલ નહેરુ નાં સપના નું વાવેતર છે.
તું જ નરેન્દ્ર મોદી ની મન ની વાતો નું સરોવર છે,
તું જ ઇન્દિરા ગાંધી અને તું જ
ઝાંસી કી રાની છે,
તું ઝાંકળ બિંદુ અને પ્રભાત નાં કિરણો ની
ઝાંખી છે.
સમય વીતી ગયો જે કહેતા કે તું શ્રાપ બની ને આવી છે,
આજ તો તું કુટુંબ નાં બગીચા ની ફૂલવાડી છે,
તું જ સ્નેહ નું આંસુ અને તું જ મુખડા ની
મુસ્કાન છે
તું જ તુલસી ક્યારો અને તું જ મમતા ની મહારાણી છે,
તું ખળ ખળ વહેતુ ઝરણું અને આ
' કવિરાજ ' નાં શબ્દો ની વાણી છે
,