શુભેચ્છા સગાઈ ની
______________
ભીની માટીની મુરત, મહેક છે એમાં
' સૌરભ ' નામની.
.એમાં સુંદર જીંદગી ભરી, ચેતના માં - બાપ ના વરદાન ની.
રહેવા ' સૌરભ ' નું દિલ આપુ છું, તમને જરૂર છે ખાલી મકાન ની.
' સૌરભ ' શ્વાસ ઉચ્છવાસ માં માળા જપે છે ' હર્શિતા ' નાં નામની.
હ્રુદય માં તો ક્યાં છે જગ્યા? લહેરો ઉઠે છે આસમાન ની,
ચાંદની નો દોર પકડી સફર કરે છે, ચાંદ તણા બાગ ની.
આંખો માં તો સપના ભર્યા છે, પીડા સહે છે નજરો નાં બાણ ની,
ઘાયલ થઈ ને એવો પડ્યો છે,જાણે ખબર નથી કોઈ ઓળખાણ ની.
શુભેચ્છા આપુ તમારી સગાઈ ની,મુબારક તમને તમારા જીવન સંગાથ ની,
મન માં થોડી જગ્યા રાખજે , આ બહેની છે તારી પહેચાન ની.