અછાંદસ
*ઉદાસ*
આજ મન આટલુ ઉદાસ કેમ છે,
તું મારા માટે એટલો ખાસ કેમ છે?
વેદનાઓ ફૂલ પણ વેઠી જાણે છે,
એમની ત્યાં મઝારે સુવાસ કેમ છે?
સંબંધ એક જાટકે તોડીને આવી છતાં,
લેવાતો નથી તારા વિના એ શ્વાસ કેમ છે?
સિંદુર ને પીઠી તો તારા નામનીજ હતી,
કદર નથી છતાં તારીજ આસ કેમ છે?
તૂટ્યા પછી અરીસો પણ જોડાતો નથી,
એટલોજ મને તારા પર વિશ્વાસ કેમ છે?
સપના શાહ
ગોધરા