ગીતા ૧-૩૭....૪૭
तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान्स्वबान्धवान्।
स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव॥
यद्यप्येते न पश्यन्ति लोभोपहतचेतसः।
कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम्॥
कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम्।
कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन॥
कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः।
धर्मे नष्टे कुलं कृत्स्नमधर्मोऽभिभवत्युत॥
अधर्माभिभवात्कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः।
स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसंकरः॥
संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च।
पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः॥
दोषैरेतैः कुलघ्नानां वर्णसंकरकारकैः।
उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः॥
उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन।
नरकेऽनियतं वासो भवतीत्यनुशुश्रुम॥
अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम्।
यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः॥
यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः।
धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत्॥
संजय उवाच
एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत्।
विसृज्य सशरं चापं शोकसंविग्नमानसः॥
અર્જુન અહીં તમામ પ્રકારની દલિલો રજૂ કરે છે યુદ્ધ ન કરવાની. અહિં તે આખરી વાત રજૂ કરતાં કહે છે કે આ યુધ્ધ કૂલનાષ કરશે કારણ કે લોભ જ બધા પાપનું મૂળ છે.પણ આ 'લોભ' એટલે શું ?.લોભ એ માત્ર આપણી ઈચ્છાઓ નું પરિપાક રુપ છે. માણસ પોતાના ખાલીપણા ને કોઈ બાહરી વસ્તુ થી ભરવા માંગે છે પણ ખુદ નુ ખાલીપણું વસ્તુ થી ભરવુ શક્ય નથી કારણકે એ બધું 'બાહરી' છે જરુર છે પોતાને અંદરથી જ તરબતર કરવાની.લોભ નો કોઈ અંત જ નથી ,બસ ભેગુ કરવું, પછી ભલે ને છેલ્લે તેનો ઉપયોગ જ ન રહે.
અર્જુન કહે છે લોભ વધતા કુલ ધર્મ નો અંત થય જાય છે અને કૂલ ધર્મ નો અંત થતાં ધર્મ નો નાશ થાય છે.એ પરમ સત્ય છે કે સ્ત્રી માં પુરુષ કરતાં ગ્રાહ્ય શક્તિ વધારે હોય છે અને સમાજ મા થતો કોઈ પણ નાનું પરીવર્તન સ્ત્રી સહૂથી પેલા અનૂભવે છે.માટે કુલ ધર્મ નુ વહન કરનારી,તેમા થતો ફેરફાર ભવિષ્ય માટે કાળ રુપ નિવડે છે.આમ તેમના દ્વારા વહન થયેલી સંતાન પણ માનસિક રીતે કુલ ઘાતક સાબિત થાય છે.(પિત્રુ તથા તર્પણ નુ આગળ કહીશું.).આવી સંતાન કુલ ધર્મ નો અંત કરી તેમની અધોગતિ કરે છે.માટે પેલા તો નહીં પણ હું આ જાણતો હોવાથી હું તેમને મારીશ નહીં.