Gujarati Quote in Thought by Rutambhara Thakar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ગુરુ*
🕉️☯️☸️☯️🕉️
ગુરુ નહીં માર્ગદર્શક,
ગુરુ નહીં પથદર્શક...!
ગુરુ એટલે મોટું.
મોટપનો ભાવ ક્યારેય ગુરુનો મહિમાગાન ના કરે...!
એટલે ગુરુ શબ્દ મને ક્યારેક કઠે.
મને એને બદલે *માર્ગદર્શક* શબ્દ બોલવો ઊચિત લાગે..!
ગુરુ શબ્દ ગુરુર વડે ને અહંતાભાવથી બોલાતો શબ્દ લાગે છે..!
ગુરુ તો હંમેશાં હલ્કા ફૂલ્કા હોય,
એમના સાંનિધ્યમાં તદ્દન હળવાશનો અનુભવ થાય, પંખીના મુલાયમ પીંછા જેવી સહજતા સાથે ઉડાન ભરાવી શકવાની ક્ષમતા હોય...!
અહોભાવ,કૃતઘ્નતાથી પર હોય.
હુંપણું ,કર્તાપણું એમને સ્પર્શતું પણ ના હોવું જોઈએ.
પહેલાના સમયમાં એક ગુરુ ઘણા વિષયોમાં પારંગત હતાં, હાલમાં એક વિષયમાં ઘણા બધા ગુરુ પારંગત હોય છે.એટલે એમાય ટાંટીયાખેંચ ચાલતી હોય છે.
આંગળીના ટેરવે ગુગલ ગુરુબધુ સહસા ઉપલબ્ધ કરાવે છે.
*વંદે ગુગલ ગુરુ નમો નમઃ !*
ઘણીવાર ગુરુ કરતાં શિષ્યો પાવરધા હોય છે.
ગુરુ ધ્યાન મૂલમ
ગુરુ મૂર્તિ,
પૂજા મૂલમ
ગુરુ પદમ,
મંત્ર મૂલમ
ગુરુ વાક્યમ,
મોક્ષ મૂલમ
ગુરુ કૃપા...!
ટુંકમાં,
અણુબોંબ કરતા પરમાણું બોમ્બ વધુ
પરિણામ કારક છે,
ગુરુ કૃપા સ્થુળ કરતાં સૂક્ષ્મ વધુ કાર્યદક્ષ છે.
અને છેલ્લે,
આ વર્ષે તો સાચો ગુરુ આપણા સહુ માટે કોરોના પુરવાર થયો છે.એણે છેલ્લા કેટલાય સૈકાઓથી વણકહી,વણ બોલેલી વાતો કે જે મોટા ગુરુઓ,મોટીવેશનલ સ્પિકરોને ધુરંધર પુસ્તકો ના શિખવી શક્યાં એ શીખવાડી દીધું છે, અને એ પ્રક્રિયામાં જ્યાં સુધી આપણે નિપુણતા હાંશિલ નહી કરીએ ત્યાં સુધી એ જવાનું નામ નથી લેવાનો.
એની ગુરુ દક્ષિણા એજ નિર્ધારિત સમયમાં એ જાહેર કરી પછી જ પ્રસ્થાન કરશે..!
*ૐ કોરોનાય નમો નમઃ..!*
🕉️🔯🕉️✡️🕉️
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*

Gujarati Thought by Rutambhara Thakar : 111500002
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now