Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*દર્પણ*
🔮🧿🗿🧿🔮
દર્પણ,
હું શું કરું તને અર્પણ..!
તું તો આખેઆખું
પ્રતિબિંબનું
તર્પણ...!
વહાલાને વહાલો
લાગતો ને
દવલાને દવલો...!
સામે જે જેવું હોતું
એવો જ દેતો હવાલો..!
જેવી જેની દ્રષ્ટિ ,
તેવી તેની બતાડતો સૃષ્ટિ...!
દર્પણ ને ચહેરો
એકમેકના પર્યાય,
એ ,જે જુવે એજ બોલે,
બેય એકબીજાને
છેતરે...!
ને ક્યારેક એકબીજાને
ઊભાને કદીક આંડાય
વેતરે...!
*દર્પણ ખોટું ના બોલે, તમારી સચ્ચાઈની સાચી આંખો ખોલે...!*
*આંખોના દર્પણ પણ કદીય જુઠું ન બોલે,દિલના દર્દ ખોલે...!*
આંખોના દર્પણ ધીરજની કસોટી કરે,
અધીરને ય હામી ભરે...!
હે પ્રભુ,
મનનું દર્પણ તું,
પ્રેમનું તર્પણ તું,
સ્વયંભુ સમર્પણ તું,
તારા પર નિર્ભર હું,
તને કરું અર્પણ શું...?
દર્પણ સમ વિશાળ દરિયો બનાવ્યો
આકાશ માટે,
સવાર સાંજ ઊગતા આથમતા પોતાના જ પ્રતિબિંબ નિરખતો રે'તો..!
માનવીનો ચહેરો પણ
એના વ્યક્તિત્વની ઓળખ પણ તુજ દર્પણરૂપે કરાવતો રે'તો...!
🔮🧿🗿🧿🔮
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111500000
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now