*મેહુલિયો/ વરસાદ*
🌧️💦💧💦🌧️
હેલી ના કર તો કંઈ નઈં,
પણ જરા,
હોલે હોલે તો વરસ..!
અલ્યા મેહુલિયા...
તને તારા જ સમ..!
બગાડ ના વરસ,
હવે તો વરસ...!!!
બહું થયું,
થાક્યાં હવે.
એક તો માથે હાહાકાર કરતો કોરોના,
ઉપરથી બફારા,
પરસેવાના મુંઝારા...!
કરવું શું?
ક્યાં જવું?
અલ્યા,
માણસ છીએ.
જરાક તો કર દરકાર...!
હે પ્રભુ ,
હવે તો પાડ શ્રીકાર ...!
કે'તો બે હાથ જોડીને વિનવીએ,
કાયમની જેમ યજ્ઞવેદી
પણ તૈયાર કરીએ,
હવનમાં આહુતિએ કરીએ..!
તો જ તું માનીશ...?!
તો,ચાલ થઈ જા તૈયાર.
સામ,દામ,દંડ ,ભેદ બધું અપનાવીશું,
તને વરસવા માટે મનાવીશું...!
આવવું જ પડશે તારે,
અમારા દ્વારે,
ને અમારા આરે...!
કરવાં સહુને તરબતર,
કર હવે એટલી રહેમગુજર...!
કર ધરતીને જરા રસાતળ,
લાવ માણસાઈના ય ઊંચા તળ..!
🌧️💦💧💦🌧️
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*