*સહકાર*
🌀🌀🌀🌀🌀
જોડીને કર માંગો
સહુ સહકાર,
હકારથી આપો સહુ પ્રેમે સહકાર...!
સહકાર એ તો ધરતી પરનો નવકાર,
ના મળે ક્યારેક
સહકાર,
તો સહજતાથી કરો
એનોય સ્વીકાર...!
ટોળામાં રહીને પછી
ખોવાઈ જવું એતો માનવ સહજ સ્વભાવ,
એકલો જા, એકલો જા, એને જ બનાવી મનનો ભાવ,
તારા સ્વભાવ પ્રમાણે જ નિભાવ...!
સિધ્ધાંતોના આધારે થતો અહીં વ્યવહાર,
સહમતિના દારોમદાર પર જ સાંધી શકાશે
સહકાર...!
પળાશે જો ચોક્કસ આહાર ને વિહાર,
તો કોરોના ચોક્કસ થશે બેહાલ ને બેકાર....!
એમાં સહુ આપીશું સહકાર,
તો જ થશે સહુનો ઉધ્ધાર,
*વિના સહકાર નહી ઉધ્ધાર બસ કરવો એ જ હવે ટંકાર...!*
દેશને આફતમાંથી ઉગારવા,
સહુ આપીએ સહકાર,
દુશ્મન દેશ અને કોરોનાનો ખાત્મો કરવા કરીએ પલટવાર,
બસ,
બંને સામે ઉગામીશું એજ આખરી
હવે એક ઉપચાર
તણું હથિયાર....!
🌀🌀🦠🌀🌀
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*