*શાકભાજીના નામને આવરી લેતી રચના*
🍆🥔🧄🌶️🥦
બાળક વૃધ્ધ સૌને વ્હાલો,
બટાકો બિચારો ડુંડાળો,
એને ખાનારો ય થાય ફાંદાળો...!
સમોસાનો સરતાજ આકારે ત્રિકોણમાં સમાયો,
બટાકો બિચારો બધાં શાકભાજીમાં હરખાયો..!
ડુંગળી ગરીબોની કસ્તુરી,
રંગે ગુલાબી, સફેદ ને ક્યારેક ભુરી,બધાં શાકભાજીમાં સૌથી શુરી પુરી..!
રીંગણને માથે મોટો તાજ સર્જાયો,
ગોળ,લાંબા, ટૂંકા,ને રવૈયામા ભરમાયો...!
જાંબલી રંગે લાગે મનમોહક,
ભરવાં રીંગણા તો ભાંણાની રોનક...!
ભીંડાભાઈ તો ભારે ચીકણાં,
ભુલે શાકમાં પડ્યું પાણી
તો ભારે ઝીંકવા
પડતા લમણાં...!
ફુલાવર તો જાણે ફુલોનો દડો,
લીલા વટાણાં ને ફ્લાવર જ પાઉંભાજીનો વડો...!
ગુવાર,ચોળી,વાલોરને પાપડી,
બધાંયની બને એમાં ઢોંકળી ફાંકડી...!
તુવેરના દાણાં કહેવાય લીલવાં,
એની કચોરી ને ઘુઘરાનાં તો ગજબના જલવાં...!
ટીંડોળાનો વઢવાણી મરચાં ને કોબીજ જોડે
બનતો સંભારો,
એ ખાવને તો તમે કાઠીયાવાડને ચોક્કસ
સંભારો....!
કંકોડા ને કારેલાં બિચારાની ચામડી
દેખાવમાં મગર
જેવી,
ગુણે રૂડા તોય
હવે દેખાવે
થાય મનમાં કોરોના હાંવી...!
ગાજર,ટામેટા,કાકડીનો કરો કચુંબર,
એમાં બિચારું ના આવે (બિટ)ચુકંદર....!
લીંબું, મરચાં,ધાણાં ને લસણ વગર બધું જ ભોજન સ્વાદે બેકાર,
ચાલો ને એ સૌનો કરીએ સહજ સ્વિકાર...!
લીલા શાકભાજી થકી
નવી રોજ સવાર,
ખાઈએ સૌ પ્રેમેને
ચહેરા પર લાવીએ અજબનો નિખાર...!
ગુજરાતી ઊંધીયું એ તો શાકભાજીનો શંભુમેળો,
ઊંધીયું ખાયને એટલે જ ગુજરાતીયોનો સૌ જોડે મનમેળો...!
🍅🍆🥦🥬🌶️
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*