*પરિવાર*
👨👩👧👧👨👩👦👦👨👩👧👦👨👨👧👦👨👨👦👦
પરી જેવી દિકરીઓ
દરેક વારે તહેવારે સાથે હોય ,
જેના ઘરે રિવાજોના
ટંટા ફિસાદ ના હોય,
વહેવારોના નામે
ખોટી વેવલાઈ ના
હોય,
આવો તો હૈયે હરખના વધામણાં હોય,
દાંત દેખાડવાનાં અને ચાંવવાના જુદા ના હોય,
સરળતાથી જ્યાં લાગણીઓને વાંચા મળે,
દિકરી ને દિકરાની ભેદરેખાનું નામશેષ
અસ્તિત્વ હોય,
સંબંધોની તોલમાપણી
રુપિયાથી ના થતી હોય,
પ્રેમના અમી કોળીયે પણ જ્યાં મિઠાશનાં ઓડકાર હોય,
ને છેલ્લે
તેજીને ટકોરોને ગધેડાને ડફણાં વાળી સ્પષ્ટ સમજ હોય
એજ પરિવાર...!
બાકી બધા પરિવાર ગમખ્વાર ...!
આટલી સરળ વાત ના સમજે તો
એ પરિવાર જ
માનસિક બિમાર...!
👨👨👦👦👨👨👧👦👨👩👧👦👨👩👦👦👨👩👧👧
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*