*આકાશ*
🌫️🌫️🌈🌫️🌫️
સાદે અવસાદે આકાશ સામે જોયું છે,
ભરચોમાસે પાણી ભરી આંખે આકાશ સામે જોયું છે...!
ભારે હૈયાના આક્રંદે ય આકાશ સામે જોયું છે, ને
હળવાફૂલ અહેસાસે ય આકાશ સામે જોયું છે...!
પ્રાર્થનાના પ્રારંભે ય આકાશ સામે જોયું છે,
દુવાએ જ્યારે રંગ રાખ્યો છે ત્યારે ય આકાશ સામે જોયું છે...!
ખુશીની અભિવ્યક્તિ એ ય આકાશ સામે જોયું છે,
ક્રોધની ધધકતી અગ્નિનેય આકાશ સામે જોયું છે...!
સ્વર્ગીય વ્હાલી વ્યક્તિઓને યાદ કરતાં ય આકાશ સામે જોયું છે,
નિસાસો નાંખીને અક્કલમઠ્ઠાને ધિક્કારતા ય આકાશ સામે જોયું છે...!
અફાટ ,અહર્નિશ અદ્વિતીય આકાશ...
તું જ મારું સર્વસ્વ
કે
હું જ તારી વિશાળતાનું
અવિભાજ્ય અંગ...!?
આ એક વણ ઉકલ્યો કોયડો...!!!
પણ .....
એના ઉકેલ માટે ય મેં
આકાશ સામે જ
જોયું છે...!
🌫️🌈🌫️🌈🌫️
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*