Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ઓનલાઇન*
🌀🌀✅🌀🌀
હવે તો મળતું સઘળું ય ઓનલાઈન,
દવાથી માંડીને દૂઆ સુધી બધું જ
ઓનલાઈન...!
ભગવાન પણ હવે ભક્તોને દર્શન આપતા ઓનલાઈન,
પુજા,આરતી ,હવન ,
પ્રસાદ ,લગન ને ભજન પણ હવે થયાં ઓનલાઈન...!
એમાં બળતાંમાં ઘી હોમ્યું મુઆ કોરોનાએ.
એણે કરાયા વ્યક્તિના અંતિમદર્શન ને અંતિમ સંસ્કાર પણ ઓનલાઈન...!
ખરીદીના ઓર્ડરથી માંડીને બેન્કોના સઘળાં કામ ઓનલાઈન...!
સદેહે લાઈનમાંથી મુક્તિ મેળવવાની લ્હાયમાં થયાં વિદેહે
ઓનલાઈન...!
સદેહ લાઈનમાં ચંપલ,થેલી રૂમાલ મુકીને જગ્યા રોકતાં, નવી વાતો ને નવા વ્યક્તિને મળવાનો મોકો ને આનંદ મળતાં,
ઓનલાઈન ના રવાડે ચઢી સૌ કશું ને કશું ઓકતાં રહેતાં ,
પૈસો,સમય,શક્તિ
અને શબ્દો નો વ્યર્થ વ્યય કરતા રહેતાં...!
સારું છે કે પ્રભુએ જન્મને અને મૃત્યુને નથી આપી ઓનલાઈનની હજુ સુધી ઈજાઝત,
નહીંતર મૉંને બદલે બાળકો ઈન્ટરનેટની
કુખે જન્મ લઈ ઓનલાઈન ડિલીવરી કરાતાં રહેતાં...!
જીવાત્માના આત્માની
પણ ડિલીવરી પોતાના ઓફલાઈન ઈજારામાં જ રાખી છે,
નહીંતર આત્મા બિચારો ઓનલાઈન ના ચક્કરમાં અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં
ભમતો રહેતો,
ઓનલાઈન મોક્ષની ચાહનામાં અમસ્તો ભૂત થઈ ભટક્યાં કરતો ...!
🌀🌀📳🌀🌀
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111499984
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now