*મશગુલ*
🌹💐🌻🌷🌸
ગુલશન ,ગુલશન અમે છીએ ગુલ,
ગુલતાન થઈને બનીએ મશગુલ...!
મૌસમે મૌસમે હોય મિજાજ કાયમ જુદો જુદો,
ઊંમરે ઊંમરે જીવવાનો અંદાજ હોય નોખો નોખો...!
મૌસમ અને ઊંમરની
જુગલબંધી હોય આમ કાયમ જ બ્યુટીફૂલ,
કરી દે બંને એના જ નશામાં મશગુલ...!
ઊંમરે ઊંમરે મૌસમના મિજાજ જુદા જુદા,
બેયના જુદી જુદી રીતે બદલાતાં રહેતાં સોદા...!
પણ,
મારા માટે તો એજ મૌસમ, એજ મિજાજ,
બદલાશે કયારેય નહી,
રિવાજ...!
માણીશ દરેક વયે થઇને દરેક ૠતુમાં અતુલ..!
ગુલશન ગુલશન
ફરીને કોઇ પણ
ઊંમરે ગુલ,
માણીશું મૌસમનો મિજાજ બનીને ચકચુર મશગુલ..!
🌹🌸🌷🌻💐
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*