*સાહેબ*
👔 👞👔👞👔
સાહેબ બિચારા હેબતાયેલાં,
આમથી તેમ ફર્યા કરે
ડઘાયેલાં...!
ડાઘીયો કુતરો કરડ્યો
જ્યારથી,
ત્યારથી સમસ્ત શ્વાન
જાત પર ચિડાયેલાં...!
કુતરું જોયું નથી કે
તરત હૈડ હૈડ કર્યું નથી...!
શ્વાન જાત જોઇ તરત દંડો લઇ મારવાં દોડતા એટલાં બધાં
રહેતાં રીસાયેલાં...!
ખાવામાં ય 'હોટ ડોગ'થી છેતરાયેલા,
'ડોગ'શબ્દ ને જ સાંભળીને રહેતાં ભડકેલાં...!
પૌત્રો એક દિવસ 'પપી' ખરીદીને લાવેલાં,
એમાં સાહેબ,
બિચારા રહે મુંરઝાયેલા....!
પૌત્ર પ્રેમમાં પડેલાં,
ના કહેવાય
ના સહેવાય..!
કરવું શું?
એ વિસામણમાં મૂકાયેલાં,
પછી ,
આંખો બંધ કરી 'પપી'ને પરાણે પંપાળેલા...!
સૌના પ્રેરે આમ
સાહેબ,ફરીથી
શ્વાનને નવેસરથી
પ્રેમ કરવા પ્રેરાયેલાં...!
👔👟👞👟👔
ઋતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*