*હેલ ચઢાવ રે*
🔔♥️🔔♥️🔔
હેતના હરખે, ને
જરીયે ન ચસકે એવી
જરા મારી હેલ
ચઢાવ રે, ગિરધારી...!
ગિરી ધારણ કરી ઊભા રહી બતાડ્યું
તે તો ,
હેલ લઇ માથે ને કાંટાળા રસ્તે
જરા ચાલી જો તો ..!
પથરાળી કેડી પર એક પર એક ત્રણ બેડલા ,
માથે ગોઠવી બેલેન્સ
રાખી ને, જરા ડગ માંડી જો તો...!
શું ફિકર..?
આ વાત
રોજ બરોજની
મારે તો..!
એય ને...
મદમાતીને લહેરાતી ચાલે ચાલુ હું તો,
સાક્ષાત ગિરધારી જ
મારી સાથે ચાલે
એ તો...!
કેમ કરી ડગમગાઉ પછી હું તો..?
મારી હેલનો રક્ષક
હોય મારી સંગમાં તો...!
અલ્યા,
ભુલીને શાનભાન
આખેઆખી
ઝગમગાઉ
હું તો ...!
હૈયાની હેલ પર તારું જ નામ કોતર્યુ મારા વ્હાલાં મેં તો...!
હંમેશા સમય મારો સાંધજે વ્હાલા,
કરું કાલાવ્હાલા હું તો ...!
🙏🏻🌹🙏🏻🌹🙏🏻
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*