Gujarati Quote in Religious by Rutambhara Thakar

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*જગન્નાથ*
😍🙏🌹🙏😍
જગના કણકણમાં
વ્યાપ્ત તું જગતનો નાથ,
શબ્દસંધીથી બ્રહ્મનાદે
જોડાયો તું જગન્નાથ !
જગતની હવા થઈ દુષિત એક વાયરસથી,
એનો નિકાલ થશે જરુર તારી નગરચર્યા થી...!
આમ તો તારું નગરમાં
ફરવા આવવું આષાઢી બીજે ગણાય,
પણ તારા જ નગરમાં ફરવા માટે એવી તો
કાંઈ રાહ જોવાય...?!
હે નાથ,
તારું જ છે ને...!
એયને તમારે તો બારેમાસ અવાય...!
બહેન સુભદ્રા ને ભાઈ બલભદ્રને સાથે લાવો,
ને અમારી ય મહેમાન ગતિ ક્યારેક માણો...!
મામાને ઘેર જાવ કે માસીને ઘેર....!
પણ ક્યારેક અમારા ય ઘરની મુલાકાત લેવાય...!
ને અમારાય ઘેર
સ્વાદિષ્ટ કાલી દાળને માલપુડૉં ખવાય...!
હાલમાં વાયરસની બીકે નામદાર કોર્ટે તને બહાર નીકળવાની ફરમાવી મનાઈ,
તું ય એકદમ કાયદાનો અમલ કરનારો, તેય જજની વાત માની
જરાય ન કરી
આનાકાની...!
અમેય સૌ હતા ચિંતિત કે તને એ વખતે ય આંખો પર પાટાં બાંધવા પડ્યા'તા,
એમ આ વખતે આ વાયરસની લ્હાયમાં મોઢે ય માસ્ક
પહેરવા પડત...!
જગતના નાથને
આંખે પાટાં ને મોઢે માસ્કમાં જોવો
અમે સહન ન
કરી શકત...!
એટલે રથયાત્રાની નગરચર્યા
રાખી મુલત્વી આ વખત,
સમજ્યાં નાથ જગત...!!?
તમારી પણ દરકાર અમને છે જગન્નાથ, સુભદ્રા ને બલરામ,
એટલે અમારે ય આપ સૌને લોકડાઉનમાં કરવાં દેવો'તો થોડોક આરામ..!
આ વ્યથા તું ય જાણે છે કે આખું જગ હવે કંટાળ્યું છે આ હૉંડમારીથી,
હવે તુજ એક છેલ્લો આધાર જે બચાવશે આ મહામારીથી...!
હે જગન્નાથ,
તું છોડતો નથી ગમે તેવા ચમરબંધને તારી સજાથી,
તો જરા પરચો બતાડીને ભગાડ આ
રાક્ષસી વાયરસને
તારા ચક્રથી...!
ચલાવ તારું સુદર્શન ચક્ર,જગન્નાથ...!
બસ,બહુ થયું.
સૃષ્ટિની ગરિમા પૂર્વવત્
કરી દે ,જગન્નાથ..!
બે હાથ જોડી વિનવે તારા બાળ,
સૌની વેદનાને બરાબર
કાન ખોલીને સાંભળ...!
🙏🛕🎠🛕🙏
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*

Gujarati Religious by Rutambhara Thakar : 111499972
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now