*વારના નામને આવરી લેતી અર્થપુર્ણ રચના*
✌🏻🪂✌🏻🪂✌🏻
વારની તો એ તકલીફ
બિચારા વારેવારે બદલાય,
તોય બિચારા રહે
એના એજ,
જરાય ના
બદલાય..!
વારના નામનો મહિમા અનોખો,
વાર ને ગ્રહો નો
સંબંધ એક સરીખો...!
માણસ ને ગ્રહોના નામ વાર નામથી રખાય કે એમના નામથી જ
વાર ઓળખાય ....!?
દરેક વાર એ ઈશ્વર તણુ અનોખું અનુસંધાન ,
ઉજવાય દરેક વાર ને તહેવાર બનાવીને એક બંધાણ...!
સચવાય દરેક ધાર્મિક ને સામાજિક વ્યવહાર,
વારની ઢાલ બનાવીને જ કરતાં ય કરાર..!
વિષય છે ઘણો જ રસપ્રદ,
કરીએ મહિના ગાન
વારનું રસ પ્રદ ...!
*સોમવાર* એતો શિવજીનો વાર,
એના થકીજ પડતી શિવ ભક્તોની સવાર..!
શિવ સાધના માટે પૂજાય,
શ્રાવણ મહિને ડબલ મહિમા ગવાય..!
*મંગળવાર* એતો ગણેશજીનો વાર,
જોડાઇને ગણપતિ સાથે થઈ
એનીય મંગળ સવાર...!
ચોથ આવતાં ની સાથે જાતી બદલી
મંગળમાંથી મંગળા કહેવાયો,
તો ય ભારે મંગળ બિચારો જન્માંક્ષરમા વગોવાયો...!
*બુધવાર* બુધ્ધિ સાથે સંકળાયો,
અઠવાડિયામાં વચ્ચોવચ બરાબરનો
અકળાયો...!
લીલા મગ ખાવાની મહિમા ગવાઈ,
લીલા કપડાં પહેરવાની વાતોમાં અટવાયો...!
*ગુરુવાર* ગુરુનો વાર
કહેવાયો ,
એને બધા વારોનો મોટો ભૉં બનાવાયો,
પીળા કપડાં પહેરાવી ગુરુમંત્ર ભણાવાયો...!
*શુક્રવાર* માતા સંતોષી ને વૈભવ લક્ષ્મીનો વાર
કહેવાયો,
ધન,વૈભવ,પ્રતિષ્ઠા ને
વાહવાહી નો કારક થઇને ગ્રહોનો હિરો ગણાયો...!
*શનિવાર* એ તો હનુમાનજી નો ઉપાસક ને શનિદેવનો સાધક મનાયો,
પનોતીનો મારક, કાળા રંગના કપડાંનો મહિમા
એની ભક્તિ થકી
ગવાયો,
એમાં એને ય તેલથી નવડાવાયો..!
છેલ્લો વાર,
બિચારો *રવિવાર*..!
રવિ નામને કારણે સુર્ય સાથે સરખાવાયો,
તો ય જરાય ના પોરસાયો...!
દિવસ એ રજાનો જેથી બાકી સૌ હરખાય,
પણ બિચારો...
રવિવાર ,
ડબલ ડોઝથી વપરાય,
એની ક્ષમતા સૌના અત્યાનંદે બમણા જોશથી બેવડાય...!
શીખવતો એક વાત રવિવાર...!
સહુની ખુશીમાં પોતાની ખુશી જોવાય,
શનિવાર થી જ બીજા રવિવાર ની રાહ જોવાય...!
કર્મે મહાન ઓળખાયો,
દેખીતી ખુશીઓનો કારક પરિવારનો વાર કહેવાયો..!
🥳🪂🥳🪂🥳
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*