*તે શું કર્યું?*
🏞🗺🌌🗺🏞
હવાએ પાણીને કહ્યું
મેં તો તને સિંચ્યુ,
ને આકાશેથી વરસવામાં પણ મેં જ
મદદ કરી,
એમાં તે શું કર્યું?
હવાએ માળીને કહ્યું કે બાગમાં ફુલોને ખીલવવામાં મેં જ મદદ કરી, મેં જ પમરાટ ફેલાવ્યો,
એમાં તે શું કર્યું?
હવાએ મનુષ્યને કહ્યું
કે મેં તો તને જીવાડ્યો,
તારા અસ્તિત્વનો અહેસાસ જ મારા થકી,
તો એમાં તે શું કર્યું?
હવાએ આત્માને
કહ્યું કે ઇશ્વરની અટારીએથી
આવશે તારો કોલ,
ત્યારે હું જ તારો હાથ ઝાલીને લઈ જઇશ
તો તે શું કર્યું?
ઘમંડી હવાનો મદ જોઇ રહેલાં ઈશ્વર બોલ્યાં,
હે હવા ,
હું જ્યારે તને શૂન્યાવકાશમાં કેદ કરીશ, ને તો તારું
સમગ્ર અસ્તિત્વ જ
અલોપ થઈ જશે,
તો તું શું કરીશ?
🌫⛲🌁⛲🌫
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*