*મહિમા*
✡️🔯🕉️🔯✡️
મહિમા ગાન કર એનું
જેણે આપ્યો તને જન્મ,
કરી રાતના ઉજાગરા
હેતથી મોટાં કર્યા.
મહિમા ગાન કર એનું
જેણે પુરી કરી તારી
એકેએક જરૂરિયાતો,
લાડકોડથી ઓરતા તારા સૌ પૂરા કર્યા.
મહિમા ગાન કર જેણે
તને ભણતરના પાઠ ભણાવી જીવન જીવવાની સુચારૂ કળા શિખવી.
મહિમા ગાન કર જેણે
તને જીવન નિર્વાહ કરવા માટે ધન આપ્યું.
મહિમા ગાન કર જેણે તારી સાથે જીવન જીવવા મરવાના
કોલ કર્યાં .
મહિમા ગાન કર જેણે
તને વાલી બનવાનો મોકો અપાવી વ્હાલા કીધા.
મહિમા ગાન કર એનું જેણે તને ૠણી કર્યાં
તારા સગા વ્હાલા, સ્નેહીઓ, મિત્રો, જાણે અજાણે તને મદદરૂપ થઇ તારા સહાયક બન્યા .
અને છેલ્લે સૌથી મોટું મહિમા ગાન કર એનું
જેણે તને તારા અધુરા કર્મોને પુરાં કરવાં આ પૃથ્વી પર મોકલી તારું માર્ગદર્શન કર્યુ
એવા પરમકૃપાળુ,પરમ દયાળુ પરમાત્માનું.
મહિમા શબ્દ જ ખુબ જ શક્તિશાળી અને ઊર્જાસભર છે.
એની પોતાની જ એક મહિમા છે.
પોતાની મહિમા આલેખવી અને સાંભળવી દરેકને ગમે છે, પછી ભલેને એ એ સાક્ષાત ઇશ્વર કેમ ન હોય...!!
પોતાની મહિમા સૌને પોતપોતાની મૉં જેટલી વ્હાલી...!
પણ ખોટું ખોટું
*મહિમામંડન તમારા અસ્તિત્વનું ને વ્યક્તિત્વનું મુંડન કરે છે*
🔯✡️🕉️🔯✡️
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*