*હા,તું એજ છે*
✌🏻👊🏻💪🏻👊🏻✌🏻
ફરી ફરીને આવે એ વાત યાદ,
કરું ખુદને ફરી ફરી
ફરિયાદ...!
હાલાતને હરાવી ને ખુદને જીતી છે..!
મેં મારી જાતને જ ખુદથી જીતી છે...!
કાયમ આ એક વાત જ ખુદને પુછી છે..!
હા,તું એજ છે !
જે હોતી 'તી કાયમ જ
ફટ્ટુસ ને રડમસ..!
જાતે લડાવ્યાં લાડ ખુદને,
ખુદના ઓરતાં ખુદે જ પુરા કર્યા..!
માનીતી, અણમાનીતી વાતો ખુદની ખુદને જ કહી, અને
ખુદે જ સાંભળી...!
ક્યારેક પુછી બેઠી છું બની બેબાકળી...!
હા,તું એજ છે !
જે હોતી 'તી કાયમ જ બેફિકર ને બિન્ધાસ્ત...!
જવાબ મળ્યો છે કે નહિ એનાં પર હજી સુધી
મેળવી રહી છું તાળો,
એના હકારની
ઉમ્મીદે ટક્યો છે મારા દિલનો માળો,
પછી,છેલ્લે
કરીશું સરવાળો...!
હકારના હસ્તાક્ષરે જવાબ તો ચોક્કસ એ જ હશે,
હા,હું એજ છું !
ફક્ત સંજોગો એ કિરદાર બદલ્યો છે,
કલાકાર નહી...!!!
👊🏻✌🏻💪🏻✌🏻👊🏻
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*