*મંથન*
🔯🕉️🕎🕉️🔯
મથી મથીને થાક્યા ભાઈ,
મનની સ્થિતિ તો પળમાં બગડે ભાઈ...!
હવે તો પરીક્ષા આપી આપીને થાક્યાં ભાઈ,
હે પ્રભુ, હવે બહુ થયું કંઇ...!
મનોમંથન કરી મગજનું
તો દહીં કરી નાખ્યુ ભાઇ,
ત્યારે સમજાઇ આ વાત કે સૌ માનવે માણસાઈને જ
કોરાણે મુકી ભાઈ...!
રાખ ઇશ્વર પર
ચકચુર શ્રધ્ધા ભાઈ,
એ સૌ સારા વાના કરશે ભાઈ....!
*ગીતાનો આ સાર યાદ રાખજો ભાઈ* ,
કર્યા વગર કઇ મળતું નથી,મફતનુ લઈશ નહી...!
કરેલું ફોગટ જતું નથી,
નિરાશ થઈશ નહીં...!
કામ કરવાની શક્તિ તારામાં છે, લઘુતા ગ્રંથી બાંધીશ નહી...!
કામ કરતો જા,
હાંક મારતો જા,
મદદ તૈયાર છે,
વિશ્વાસ ગુમાવીશ નહી...!
ઉપરની આટલી વાતની મનમાં ગાંઠ
બાંધજો ભાઇ...!
મંથનના આવેશે સમજાઇ આ વાત ભાઈ,
એના માટે તો સૌ મથી મથીને થાક્યાં ભાઈ....!
સૌના જન્મનો કોઇ ચોક્કસ કોઈ ઉદ્દેશ છે ભાઇ,
એને સાર્થક કરવા મથોને ભાઇ...!
🕉️🙏🏻🔯🙏🏻🕉️
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*