*અચાનક*
સાવ રે સફાળા અમે ચોંકી ગયા
ને હળવેકથી ઉઠીને
જોયુ તો ઓહો...! વાત
એમ છે..!
ધરતીના ધબકારે આડાસ મુકીને
વિજળીએ ચમકારા કર્યા છે ,
ને અહી તો
ધરતીની માટી ને લીધે
સઘળુ ય હેમખેમ છે..!
આમ અચાનક આવતી ઉથલપાથલ એ તો કુદરતની રહેમ છે,
બાકી અમારે તો
એયને હરીને ભરોસે લીલા લહેર છે...!
ઋતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*