*ઉર્મિ (warmth,wave)*
સ્વભાવની ટાઢક ને
લટકામાં બહારની આ ગરમી,
અલ્યા,
કેમ કરી છૂપાવવી આ હૈયાની ઊર્મિ...?!
ધારોકે એક લહેરખી હેતની આવીને મળી,
તો ,
ઊર્મિની આ તરંગો
જબ્બરની ઉછળી...!
હાલ તો એવા થયા બેહાલ, કે
ના પુછશો વાત,
અચાનક આવેલા વરસાદે જોરદાર કર્યા નિહાલ...!
તો આવોને કરીએ જરા મૌસમના
પહેલા વરસાદને
વહાલ,
આપીએ એકમેકને, તાળી ને કરીએ
જરા આ વાતને બહાલ...!
અલ્યા ,
ઉછળતી આ ઊર્મિઓને જરીક કાબુમાં તો રાખ,
એને માટે તારા હૈયાના હિલ્લૌર
પર લંગર તું નાખ...!
નહીંતર ઊર્મિના સમંદરમાં હાલકડોલક થાશે તારુ વહાણ,
રહ્યો જો આ છેતરામણી ઊર્મિઓમાં રમમાણ...!!
💭💭💭💭💭
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*