દીકરી બની ને દીકરી નું સઘળું કેહવા આવી છું
જન્મી ત્યારે હતી હું ફૂલ હવે હું બની અંગરો છું
કેહવા વાળા ક્યાં ગયા એ લોક દીકરી તો ઘર માં શોભે
આજે હું સફેદ વસ્ત્ર માં દવાખાને ઉભી છું
આજે હું ચાર રસ્તે ખાખી પહેરી ને ઉભી છું
આજે હું સરહદ ઉપર બંદૂક લઇ ને ઉભી છું
આજે હું સાવરણો લઇ સફાઈ કરવા ઉભી છું
એક દીકરી બની ને દીકરી નું સઘળું કેહવા આવી છું
જન્મી ત્યારે હતી હું ફૂલ હવે હું બની અંગરો છું