શું સમસ્યા આવી છે જગ માં
કોરોના નું નામ લઇ રગ રગ માં
પ્રલય મચાવ્યો છે જગ જગ માં
કોરોના નું નામ લઇ રગ રગ માં
જીવ જય છે પળ પળ માં
કોરોના નું નામ લઇ રગ રગ માં
નથી મળતું કાઈ બજાર માં
તોય જીવાય જય છે ક્ષણ ક્ષણ માં
નથી માળાતું કોઈ ને તોય સંબંધ
સચવાય જાય પળ પળ માં
કેટલા સંબંધ ની કડવાશ
દૂર થતી જાય છે ક્ષણ ક્ષણ માં
જે વર્ષો થી રહેતા હતા એકલા
અને ભેગા કરતો જાય છે પળભર માં
જે રહ્યા હતા દાદા દાદી ના પ્રેમ થી વંચિત
વાર્તા સભળાવતો જય છે વાત વાત માં
શહેર ને આદર્શ માંનનારા
ગામડે ભાગતા થાય છે રાત રાત માં
શુ સમસ્યા આવી છે જગ માં
કોરોના નું નામ લઈ રગ રગ માં