Gujarati Quote in Tribute by Ved Patel

Tribute quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક સંતાન ના મૃત્યુ પછી એના માતા પિતા તથા પરિવાર ની વેદના એક કવિતા રૂપે રજુ કરું છું.

વત્સ કૈવલ્ય

ચડતો સુરજ અચાનક ડૂબી જાય
પડછાયો પણ સાથ છોડી જાય

સમય જયારે અચાનક થંભી જાય
ભવિષ્ય પણ ભૂતકાળ થઇ જાય

જેનું સ્મિત દરેક જવાબ આપી જાય
એનું મૌન આજે એક પ્રશ્ન બની જાય

આપણે જેના ગર્ભ સંસ્કાર કર્યા હોય
એના જ અંતિમ સંસ્કાર આવી જાય

દુઃખના દરિયા વહી જાય
ને ઈશ્વર પરથી વિશ્વાસ ઉઠી જાય

યાદો પણ યાદ મા રહી જાય
એના ગયા પછી આપણે રાહ જોઈએ
કે એ ક્યારે પાછો આવી જાય
ને મૃત્યુ પણ જીવન બની જાય

રચનાકાર :
વેદ ચંદ્રકાન્તભાઈ પટેલ ,24 ગોકુલ સોસાયટી , કડી
મોબાઈલ નંબર - 9723989893

Gujarati Tribute by Ved Patel : 111499176
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now