Gujarati Quote in Motivational by Mahendra Sharma

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ટિકટોક નથી તો શું કરવું?

1. હોટસ્ટાર પર રામાયણ, મહાભારત, દેવો કે દેવ મહાદેવ ઉપલબ્ધ છે.
ધાર્મિક જ્ઞાન માટે ધાર્મિક સિદ્ધાંતોની પૂર્ણ સમજણ જરૂરી છે. પણ લોકો 15 સેકંડનાં ધાર્મિક સ્ટેટ્સ વોટ્સએપમાં ફેરવવા શોધતાં હોય છે, જ્ઞાન શોધતાં નથી.

2.ગાના એપમાં ફક્ત ગીતો નથી પણ પોડકાસ્ટ પણ છે, સત્સંગી મિત્રો માટે સત્સંગ છે અને જ્ઞાનીઓ માટે ઓડિયો પ્રોગ્રામ પણ છે . સ્થાપિત કોમેડી કલાકારોના કોમેડી ઓડિયો શો પણ છે.

3.માતૃભારતી એપમાં તમને આશુ પટેલ, કાજલ ઓઝા, ધૈવત ત્રિવેદી, કૃષ્ણકાંત ઉન્ડકટ, ઝવેરચંદ મેઘાણી જેવા લેખકો સિવાય નવા જમાનાના યુવાન લેખકોનું વાંચન મળશે. પણ વાંચન ની ટેવ કેળવવી જરૂરી છે.

આ બધું એક નિર્ધારિત દિશા સાથે બનાવેલું કન્ટેન્ટ છે, કે જેમાં બનાવનારે ખૂબ મહેનત કરી છે અને એક દિશામાં પ્રેક્ષકને લઈ જવાય છે. આવા કન્ટેન્ટ માણ્યા પછી કૈંક મેળવ્યાની અનુભૂતિ ચોક્કસ થાય છે.

પણ ફક્ત છીછરું હાસ્ય જો આપણાં જીવનું લક્ષ્ય બની જાય તો સમય અને માનસિક શક્તિઓનું વ્યર્થ જવું નક્કી છે.

- મહેન્દ્ર શર્મા 6.7.2020

Gujarati Motivational by Mahendra Sharma : 111498815
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now