ભાડાના મકાનમાં સામાન ઓછો રાખો
લાંબા મહિનાનું કરારનામુ ચોક્કસ રાખો
માલિક છે મકાનનો તેનો વિશ્વાસ ના રાખો
ઓછા સામાને બીજે ફરવાની તૈયારી રાખો
કર્મના આધારે મકાન મળશે તે યાદ રાખો
સરા કર્મોથી સારી છત મળશે, વિશ્વાસ રાખો
મકાનમાં મંદિર ને પૂજાપાઠનો સામાન રાખો
નિત ભજન કીર્તનથી સંસ્કારનું સિંચન રાખો
ભાડાનો મકાન માલિક આત્મા તે ભગવાન છે
જન્મ મરણના બંધનથી મુક્તિનું પ્રયોજન રાખો.
#સામાન