ઠંડી-ઠંડી હવાની લહેરખી આવી..
ને તારી ખુશ્બુ સંગ લાવી,
કાળા ડિબાંગ વાદળની સાથે..
તારી આંખોની યાદ અપાવી,
વરસતા પાણીની એક-એક બુંદમાં..
તારા પ્રેમના વરસાદનો અહેસાસ થયો,
વરસાદની મદહોશી છે કે તારા પ્રેમની...
કે મારુ રોમ-રોમ એમાં ખોવાઈ ગયું..
કે મારું સર્વસ્વ તારું થઈ ગયું......