Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુરુ વંદના
________

જીવન નો પહેલો શ્વાસ આપી જીંદગી નો એહસાસ કરાવનાર એ મમતા ને વંદના.
આંગળી ઓ પકડી દુનિયા ના દર્શન કરાવનાર એ પિતા ને વંદના.
કાગળ ની હોડી માં સપના ઓ ભરી વિમાન ઉડાવનાર બાળ મિત્રો ને વંદના.
ક કો બારખડી થી ,સંસ્કૃત,અંગ્રેજી શીખવાડનાર એ શાળા નાં શિક્ષકો ને વંદના.
હુતુતું, ખો ખો, કબડ્ડી,રમનાર સાથે એ જીવન માં ટાંગ ખેંચનાર ને વંદના.
દોસ્ત બની દુશ્મની કરનાર એ હર રંગ
બદલનાર કપટી ઓ ને પણ વંદના.,
સેંથા માં સિંદૂર પુરી જીવન નાં સપના ઓ માં રંગ ભરનાર એ પત્ની ને વંદના.
યુગ બદલાયા પછી ડિજીટલ દુનિયા ના એપ શીખવનાર દીકરા ઓ ને વંદના.
જીવન નાં લક્ષ માં પ્રભુ દેખાડનાર એવા ધર્મ ગુરુ ને વંદના.
તોફાન કે વાવાઝોડા માં મારી જીવન નાવ ને કિનારો આપનાર ને વંદના
દુશ્મન અથવા દોસ્ત બની જીવન રાહ દેખાડનાર હરેક ગુરુઓ ને વંદના.

Gujarati Poem by Jayvant Bagadia : 111497898
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now