🙏હું શીખી ગયો🙏
જિંદગી તો જીવી છે થોડી પણ જીવતા હું શીખી ગયો,
આ સ્વાર્થી મનુષ્યોના એ વ્યવહાર હું શીખી ગયો.
છળકપટની આ દુનિયામાં જીવવું બન્યુ છે ખૂબ મુશ્કેલ,
છળકપટના એ દરિયામાં તરતાં હું શીખી ગયો.
પાપીઓના સંગથી મન મારું એ પાપી થયું,
ને સજ્જનો સાથથી પવિત્રતા હું શીખી ગયો.
પાગલ થયા છે રૂપિયા પાછળ લોકો આ જગતમાં,
અરે રૂપિયાની એ રમતને રમતાં હું શીખી ગયો.
લોભીઓનો લોભ જોઈ દંગ છે આ દિલ મારું,
મોહમાયાની તે જાળને ત્યજતાં હું શીખી ગયો.
જોયો હતો કોલસાને મેં હીરો બનતાં આ જીવનમાં,
જીવનને હીરો બનાવવાની એ કળા હું શીખી ગયો.
✍🏻-મયૂર દેસાઇ "નિર્દોષ"✍🏻
🌾મારી પ્રથમ રચના આપ સમક્ષ ગુરુપૂર્ણિમાના આ પવિત્ર દિવસે રજૂ કરું છું પસંદ આવે તો એક મેસેજ કરી તમારા અભિપ્રાય આપવા વિનંતી...!!🌾
🙏મારા જીવનની પ્રથમ રચના મને નાની-મોટી કોઈ પણ વાત શીખવનાર એ તમામ ગુરુજીઓને સમર્પિત કરુ છું....!!🙏