આજે ગુરુપૂર્ણિમાના દિવસે જો ગુરુ - શિષ્ય અને વિદ્યા ઉપર લખવાનો વિષય મળે તો તે ઉત્તમ વિષય હોઈ શકે.

જિંદગીમાં સૌપ્રથમ ગુરુ માબાપ હોય છે, કારણકે તેઓ અગત્યની મૂળભૂત બધી જ વસ્તુઓ શીખવાડે છે અને એક ટેવ પાડે છે. બોલવું, ચાલવું, બ્રશ કરવું, સ્નાન કરવું, કેવી રીતે જમવું આ બધી સામાન્ય લાગતી પણ રોજીંદા જીવન માટે ખૂબ જ જરૂરી અને અગત્યની બાબતો છે. કેવી રીતે પેન્સિલ પકડવીથી લઈને શાળાનું લેસન કરાવવું.

જિંદગીમાં બીજો ગુરુ સારો શિક્ષક હોઈ શકે. સારા ગુરુઓ સમય જતાં પણ ભુલાતા નથી ? સેકન્ડરીમાં અમારી શિક્ષિકા પંચોલી મેડમ જે અંગ્રેજી વ્યાકરણ એટલી સરસ રીતે શીખવાડતી. મારા અંગ્રેજી ભાષાના પ્રભુત્વ માટે મારી મહેનત ઉપરાંત એમને સારા શિક્ષિકા હોવાનો શ્રેય જાય.

પ્રાચીન સમયમાં ગુરુ વેદ વ્યાસજી, ગુરુ વશિષ્ઠજી, સાંદિપની મુનીજી ઉત્તમ ગુરુઓ મનાતા. પણ શિષ્ય પર પણ આધાર રહે. શિક્ષક અને શિક્ષિકા સારા ગુરુ હોઈ શકે પણ બધા જ શિષ્યો કેમ એક સરખા ગુણ નથી લાવી શકતા ? તેઓ બધાને એકસરખી “વિદ્યા” શીખવાડે છે. એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિની સ્થાપના કરીને પણ ધનુર્વિદ્યામાં પારંગત બની શકે છે. અને કોઈ શિષ્ય ગુરુના સતત માર્ગદર્શન માં પણ નથી કરી શકતા. ત્યાં ધગશ, મહેનત અને કદાચ બુદ્ધિમત્તાનો ફરક.

જિંદગીનો સૌથી શ્રેષ્ઠ ગુરુ “જિંદગી” પોતે જ છે. જિંદગીના અનુભવોમાંથી માણસ છે શીખે છે તે કોઈપણ શાળા કે કોઈપણ ગુરુ પાસેથી શીખવા મળતું નથી. જીવનની વાસ્તવિકતાનું શિક્ષણ મેળવવા માટે જિંદગી ઉત્તમ ગુરુ છે.
#આસમાની

Gujarati Story by Ankit M : 111497187
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now