* આજ ની સવાર ... * રોજની જેમ જ સવારે ઊઠીને ઓફિસ જવાની તૈયારી ચાલુ જ હતી ત્યાં અનાયાસે બારી માંથી આકાશ તરફ જોયું..અદભુત . નઝારો . કાળા ડીબાંગ વાદળો..મેઘરાજાની સવારી આવી રહી હતી . મનમાં અનેરો આનંદ હતો . વાદળો એ રીતે છવાઈ ગયા કે જાણે એર કન્ડીશન રૂમ ના આવી ગયા હોય !!! અગાશી પર જઈને જે શારીરિક અને માનસિક શીતળતાનો અનુભવ થયો તે ખરેખર અવિસ્મરણીય હતો . શીતલહેર મનમોહક હતી . ખુલ્લા આકાશમાં જોયું તો પક્ષીઓ પણ અલગ અંદાજ માં flight કરતાં જોવા મળ્યા . વૃક્ષો અને છોડવા તો એ રીતે લહેરાવા લાગ્યા કે આપણું કોઈ આલિંગન ન આપતું હોય !!! માનવ, પશુ,પંખી અને સમગ્ર ધરા ને શીત લહેર જેમ મેઘરાજા ની દૂત હોય અને સંદેશ આપતા હોય કે હમણાં મેઘરાજા ની સવારી આવશે..વાદળોમાં ભગવાન ગેડી દડે રમતા હોય તેમ ગડગડાટ સંભળાયો.....પણ આ શું ફરીથી ફક્ત drizaling થઇ ને મેઘરાજા એ મુહ મોડી લીધું...હવે શું...રાહ જોવાની...આમેય કહેવત છે ને કે ગાજ્યા મેહ વર્ષે નહિ... જયરામ શેખા

Gujarati Whatsapp-Status by Jairam Sekha : 111496888
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now