* યાદો તારી.... *
જોયું ને તેં !!
આજે પણ એ જ બન્યું !!,
દર વર્ષની જેમ !!,
સામાન તો કાઢ્યો ' તો મેં ઘર નો !!
સાથે જ ધસી આવ્યા એ સંવેદનો !!,
તેં આપેલું એ પ્રથમ ગુલાબ,
સચવાયું છે મારી ડાયરીમાં આજે પણ !!,
જોઈ એને મ્હેકી ઊઠી હું આજે પણ !!
મધપૂડાની માફક બંધાયેલો,
આપણો મીઠો વાર્તાલાપ !!,
યાદ કરી,
એકલી જ હસી ઊઠી હું આજે પણ !!!,
તારા મરોડદાર અક્ષરે,
લખાયેલી એ કવિતાઓ !!,
વાંચી શરમાઈ ગઇ હું આજે પણ !!!
દરેક ક્ષણ નવી થઇ ગઇ,
લાગ્યું, સફાઈ કરતાં કરતાં જ,
મારી દિવાળી થઇ ગઇ !!!
તારી રાહમાં ને રાતમાં ભીના થયેલા,
મારી આંખોનાં એ ખૂણા,
જ્યાં કોઈ નથી પ્હોંચતું,
એ વેદનાની ભીનાશમાં !!
તારી આપેલ તમામ ચીજો,
સાચવી છે માનીને ભેટો !!!
ત્યાં જ મમ્મીની બૂમે જાણે,
જગાડી મને.......
"કેટલી વાર લાગશે? "
સાચે જ " કેટલી વાર લાગશે તને ?? "
થાકી ગઇ છું,
આ સાચવતા સાચવતા,
પણ, તું આવીશ ત્યારે,
બધું જ કહીશ તને બતાવતા બતાવતા !!
આ બધું જ જૂનું થઇ ગયું,
પણ, તને ખબર છે !!,
ફ્લાવરવાઝમાં રાખેલા ફૂલની જેમ,
મ્હેકે છે " યાદો તારી " એમની એમ !!!!